19 મે, 2015

"કોઇ કાંચનો ગ્લાસ તો કોઇ ખાય છે 1 કિલો રેતી,આ છે વિચિત્ર માણસો"

વિશ્વમાં વિચિત્ર પ્રકારના એવા લોકો છે, જેઓ સામાન્ય માણસોની જેમ ભોજન તો લે છે, પરંતુ તેમનુ ભોજન કંઇક વિચિત્ર જ હોય છે. કોઇક ઇંટ ખાય છે તો કોઇ કાંચનો ગ્લાસ, એવામાં લોકોને આશ્ચર્ય એ વાતનું થાય છે કે આ લોકો આવી વસ્તુઓ ખાવાને કારણે બિમાર કેમ નથી પડતા અને તેઓ આ બધુ ખાયને જીવી કઇ રીતે રહ્યાં છે? તાજેતરનો કિસ્સ શાહજહાંપુરની સુદામાદેવીનો છે. જે રોજ એક કિલો રેતી ખાય છે.
સુદામાદેવીના મિત્રોએ બાળપણમાં તેમની સમક્ષ રેતી ખાવાની શરત મૂકી હતી અને તેમણે રેતી ખાયને શરત જીતી પણ લીધી હતી. જોકે રેતી ખાવાની ટેવ હજીસુધી છુટી નથી. તેમણે લગ્નમાં પણ પોતાના માટે ભોજન તરીકે રેતી જ મંગાવી હતી. તેઓ કહે છે કે વર્ષોથી તેઓ રેતી ખાય છે પરંતુ તેમને કોઇ બિમારી નથી થઇ.

કાનપુરનો ગ્લાસમેન

કાનપુરમાં દશરથ નામનો વ્યક્તિ કાંચના ગ્લાસને દાંતથી તોડીને ખાય છે. આ અંગે ઘણા આંતરરાષ્ટ્રીય મીડિયાએ પણ તેની નોંધ લીધી છે. તેને મળવા માટે ઘણા પ્રવાસીઓ પણ આવતા રહે છે. તેના ગ્લાસ ખાવાને સમયે ઘણી ભીડ તેની આજુબાજુ જોવા મળતી રહે છે. તે છેલ્લા 15 વર્ષોથી આમ કરે છે. તે વિજળીનો બલ્બ પણ ખાઇ જાય છે. વ્યવસાયે તે એક માછીમાર છે.

કર્ણાટકનો ઇંટ ખાનારો વ્યક્તિ

કર્ણાટકનો 31 વર્ષિય પક્કિરપ્પા હુનાગાંડી 10 વર્ષની વયથી આખી ઇંટ ખાય છે. તે પોતાના બાળકોની સામે પણ આરામ કરે છે. તે દાવો કરે છે કે તેને કોઇ બિમારી નથી અને તે પોતાનો સામાન્ય ખોરાક છોડી શકે છે. પરંતુ ઇંટ ખાવાની ટેવ તે છોડી શકતો નથી.                  

પંજાબનો સુરિંદર કુમાર ખીલીઓ અને સિક્કાઓને સરળતાથી ખાઇ  જાય છે.

પંજાબનો સુરિંદર કુમાર ખીલીઓ અને સિક્કાઓને સરળતાથી ખાઇ, જાય છે, તે પોતે એક હોટલ ચલાવે છે અને ત્યાં તેને આમ કરતા જોઇ શકાય છે.