18 મે, 2015

"ગૂગલની નવી ઓફિસ, માનવનિર્મિત આકાશ, દિવસમાં બે વખત ફ્રી લંચ"

www.google.com દુનિયાનુ સૌથી મોટી સર્ચ એન્જિન વેબસાઇટ છે. ગૂગલ પર યુઝર્સની કોઇ પણ સમસ્યાનુ સમાંધાન એક ક્લિકે મળી જાય છે. એજ કારણથી કોમ્પ્યુટર હોય કે મોબાઇવલ, ગૂગલનો ઉપયોગ બીજા સર્ચ એન્જિન કરતા વધારે થાય છે. કંપનીની ખાસ વાત એ પણ છે કે તેના કર્મચારીઓ ની સારી કેર કરે છે. સાથે સાથે કર્મચારીઓની સુવિધાનો ખાસ ખ્યાલ રાખે છે. હાલમાં ગૂગલ અમેરિકાના કેલિફોર્નિયા ખાતે પોતાની નવી ઓફિસ બનાવવા જઇ રહી છે. કંપનીએ પોતાની ઓફિસ નવી ઓફિસના કેમ્પસના ફોટોસ શેયર કર્યા છે. ફોટોઝમાં દેખાડવામાં આવ્યુ છે કે કેમ્પસમાં ઓર્ટિફિસિયલ સ્કાય બનાવવામાં આવ્યુ છે. સાથેસાથે કર્મચારીઓ માટે સાયકલિંગ પાથ પણ બનાવવામાં આવ્યો છે. આ ઓફિસ કેમ્પસમાં દરવાજા, સીડિઓ, દિવાલ અને ટેરેસ નથી. તમને જણાવી દઇએ કે ઓફિસના કંસ્ટ્રક્શનનુ કામ હાલમાં પણ ચાલુ છે. યુરોપના આર્કિટેક્ચર firms Bjarke Ingels Group અને Heatherwick Studio મળીને તેને કંસ્ટ્રક્શન કરી રહ્યા છે.
ગૂગલના જણાવ્યા પ્રમાણે આર્ટિફિશિયલ સ્કાઇ કાચના ચાર લેયરથી બનાવવામાં આવ્યુ છે. કેમ્પસમાં સીડિઓના બદલે સ્વિપિંગ રેમ્પનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેથી કર્મચારીઓને સીડિઓ વધારે ચડ-ઉતરના કરવી પડે. તમને જણાવી દઇએ કે ગૂગલનુ હેડક્વાટર્સ પણ કેલિફોર્નિયામાં છે. કંપની કર્મચારીઓ પાછળ દર વર્ષે લગભગ 72 મિલિયમ ડોલર એટલે કે લગભગ 445 કરોડ 53 લાખ રૂપિયાથી વધારે ખર્ચ કરે છે. કંપનીની પોલિસી પ્રમાણે તમામ કર્મચારીઓ માટે મફત ફોજનની વ્યવસ્થા પણ છે. કેમ્પસની અંદર આલીશાન કિચન છે. જેમાં નાસ્તો, જમવાનુ, કોલ્ડ્રિક્સ પણ મળે છે. કંપનીના કર્મચારીઓને દિવસમાં બે વખત ફ્રિમાં જમવાનુ આપવામાં આવે છે.